અંબાજી માં રૂપિયા 14.48 લાખ ઉપરાંત નો વિદેશી દારૂ નો જથ્થો નાશ કરવામાં આવ્યો
શક્તિપીઠ અંબાજી માં વર્ષ 2022-23 માં સમયાંતરે અંબાજી પોલીસે વિવિધ સ્થળો થી ઝડપી પડેલા વિવિધ બ્રાન્ડ ની એક ટ્રક ભરી 10017 બોટલો અંદાજે કિંમત રૂપિયા 14.48 લાખ ઉપરાંત નો વિદેશી દારૂ નો જથ્થો આજે અંબાજી ના કુમ્ભારીયા વિસ્તાર માં નાશ કરવામાં આવ્યો છે અંબાજી ગુજરાત અને રાજસ્થાન ની સરહદે આવેલું યાત્રાધામ છે અને આ સરહદ બોર્ડર થી રાજસ્થાન માંથી ગુજરાત માં વિદેશી દારૂ ઘુસાડવાની બુટલેગરો દ્વારા પ્રયાસ કરાતો હોય છે.
ત્યારે સતર્ક રહેતી અંબાજી પોલીસ દ્વારા આ વિવિધ સમય વિવિધ બ્રાન્ડ નો વિદેશી જથ્થો ઝડપી પડયો હતો જેને દાંતા પ્રાંત અધિકારી ,નશાબંધી અધીકારી પોલીસ ઈન્સપેકટર વી આર ગોહીલ, પીએસઆઈ એસ એમ પટેલ સહીત,મોટી સંખ્યા માં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહી આ તમામ હજારો ની સંખ્યા માં વિદેશી દારૂ ઓ નો નાશ કરાયો હતો અને આ પ્રકિયા માટે JCB નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતોને આ હજારો ની સંખ્યામાં દારૂની બોટલો નાશ કરવા માં આવ્યો હતો.