થરાદ પોલીસ મથકે ખાતે આજરોજ તેરા તુજકો અર્પણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
થરાદ પોલીસ મથકે ચોરી થયેલો વિવિધ મુદ્દામાલ તેમના માલિકોને અર્પણ કરવામાં આવ્યો
થરાદ પોલીસ મથકે ખાતે આજરોજ તેરા તુજકો અર્પણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલો વિવિધ મુદ્દામાલ તેમના માલિકોને અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં થરાદ તાલુકાના મંદિર ચોરી સહિત મોબાઈલ ફોન અને મોટરસાયકલ જેતે માલિકોને આપવામાં આવ્યો હતો. જેમાં કુલ સાત લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરી સાચાં માલિકોને આપતાં લોકોએ થરાદ પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા.
થરાદ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં થરાદ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત ઉપસ્થિત રહ્યા હતા. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા અલગ અલગ દસ જેટલા ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ પોલીસે રીકવર કરી તેના સાચાં માલિકોને અર્પણ કરવામાં આવ્યા હતા. થરાદ ડીવાયએસપીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, થરાદ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને આજ અમે દસ ગુનાનો મુદ્દામાલ જે ચોરીમાં ગયો હતો કે અન્ય રીતે ગયેલો હતો. તે મુદ્દામાલ અમે શોધી કાઢી અને જે ખરેખર એના માલિક હતા એમને કોર્ટેના હુકમથી ૭ લાખ ૪૦ હજાર જેટલો મુદ્દામાલ પરત કરેલો છે.
થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલો વિવિધ મુદ્દામાલ તેમના માલિકોને અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં થરાદ તાલુકાના મંદિર ચોરી સહિત મોબાઈલ ફોન અને મોટરસાયકલ જેતે માલિકોને આપવામાં આવ્યો હતો.