છાપી શારદાશિષ હાઈસ્કૂલ માં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો
વડગામ તાલુકાના છાપી ખાતે આવેલ શારદાશિષ હાઈસ્કૂલ માં રાષ્ટ્રીય સેવા યોજના (એન.એન.એસ.) ની શિબિર ને મંડળ ના સભ્ય સુરેશભાઈ અગ્રવાલ ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ ને કેપ ,બીલ્લો તેમજ પટ્ટો પહેરાવવામાં આવ્યો હતો. તેમજ સરકાર ની યોજના મુજબ ‘ એક પેડ માં કે નામ ‘ અંતર્ગત શાળા પટાંગણમાં ૫૦૦ વૃક્ષો વાવી વૃક્ષ ના જતન માટે વિદ્યાર્થીઓ ને જવાબદારી આપી હતી. આ કાર્યક્રમ માં શાળા ના આચાર્ય તરૂણભાઈ મોદી. પ્રોગ્રામ ઓફિસર રજનીભાઇ ગાંભવા, સહ કન્વીનર રશ્મિનભાઈ, ધનરાજભાઈ, શિક્ષક રાહુલભાઈ કે જી.ગોહિલ, સુરેશભાઈ સહિત ના શિક્ષકો ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.