
ડીસામાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
બનાસકાંઠા જિલ્લાના વહેપારી મથક ડીસા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત “મેરી મિટ્ટી મેરા દેશ ” કાર્યક્રમ ડીસાની એપીએમસીમાં યોજાયો હતો.જેમાં પ્રેસ કોન્ફરન્સ યોજી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ મીડિયાને રાષ્ટ્ર ભક્તિનાં આ ઉત્સવની વિગતો જાહેર કરી શહીદોને દિલથી શ્રધાંજલિ અર્પણ કરી હતી.જિલ્લા પ્રમુખે આઝાદીમાં અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ તેમજ યોજાનાર વિવિધ કાર્યકમોની માહિતી પણ આપી હતી.તેઓએ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાષ્ટ્ર પ્રેમ ભાવનાએ દેશના શહીદોની યાદમાં અને સન્માનમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત જિલ્લાના 14 તાલુકાઓમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી.
અને દરેક ગામે ગામેથી પવિત્ર માટીનું એકત્રીકરણ કરાયું હતું. આગામી 27 ઓક્ટોમ્બરે રાજ્ય કક્ષાનો કાર્યકમ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે.જેમાં કળશ યાત્રાની પવિત્ર માટીનું વિધિવત પૂજન અર્ચન કરી ,પીએમ મોદીને અર્પણ કરી,અમૃત વાટિકામાં પધરાવવામાં આવશે. તે રીતે દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ દેશ ભરમાં ફરતો થશે.તેવી માહિતી આપી હતી.આ કાર્યકમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી કનુભાઈ વ્યાસ,સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાસભાઈ પ્રજાપતિ,માર્કેટયાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈ સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.જ્યારે કાર્યકમ સંચાલનમાં જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર ધનેશભાઇ પરમાર,આશુતોષભાઈ બારોટ અને રષ્મિકાંતભાઈ મંડોરા હાજર રહ્યા હતા.