વાવ તાલુકાના એક ગામની અંદર મહિલા ઉપર દુષ્કર્મ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ
ઘરે રાત્રે વાળું પાણી કરીને સૂતેલી મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા મહિલાએ ઝેરી દવા પીધી: જાણવા મળતી માહિતી મુજબ વાવ તાલુકાના એક ગામની મહિલા રાત્રે ના ટાઇમે વાળુપાણી કરીને ઘરે સૂતી હતી. ત્યારે વાવના અસારા ગામના દાદુભાઇ ઉર્ફે વિક્રમસિંહ ચૌહાણએ આવીને મહિલાને કીધું કે તમારું કંઈક કામ છે. એટલે મહિલાને જાણે એમ કે કંઈ કામ હશે જો કે આ સમજીને મહિલા તેની સાથે પાછળના ભાગે ગયેલ જ્યાં એક ખાટલો પડ્યો હતો આ ખાટલા ઉપર આ મહિલા ને બેસાડી બળજબરી પૂર્વક મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું.મહિલાએ આવું ન કરવા માટે ખૂબ આજીજી કરવા છતાં કોઈપણ મહિલાની વાત સાંભળ્યા સિવાય બળજબરીપૂર્વક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું અને જો કોઈ વધારે બૂમો કે રાડો પાડીશ તો હું તારૂ ગળું દબાવી દઈશ જેવી ધમકી આપતા મહિલાએ બીકની મારી કંઈ પણ બોલ્યા વગર ખાટલામાં સૂતી રહી અને બીજા દિવસે આ વાતની કોઈ ને ખબર પડે તેના પહેલા મહિલાએ આબરૂ ન જાય તેના માટે ની ઝેરી દવા ગટગટાવી હતી.
જો કે સારવાર અર્થે મહિલાને ટડાવ ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેની તબિયત વધુ લથડતાં વધુ સારવારઅર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે આ બાબતે માવસરી પોલીસ સ્ટેશન ખાતે અસારા ગામના દાદુભાઇ ઉર્ફે વિક્રમસિંહ ચૌહાણ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.આગળ ની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
Tags Banaskantha complaint diyodar vav