થરાદના માંગરોળ પાસેનો પાઇપલાઇન માટે ખોદેલો ખાડો જોખમી

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) થરાદ, થરાદના માંગરોળ પાસે પાણી પુરવઠા દ્વારા કેટલાક સમય પહેલાં એક હોટલની નજીક ખાડો ખોદવામાં આવ્યો હતો. જો કે તેને પુરવામાં નહી આવતાં અત્યારે ખાડો મુશ્કેલીરુપ બનવા પામ્યો છે. વળી ખાડાની જોડે વિજડીપી પણ હોવાથી તંત્રની આ બેદરકારી જીવલેણ બની શકે છે તેવી ચર્ચાઓ પણ ઉઠવા પામી છે. લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. હાઇવે પર મોટો ખાડો વાહન ચાલકો માટે મોતનો ખાડો સાબિત થઈ શકે છે. પાણી પુરવઠાતંત્રની બેદરકારીના કારણે કોઈ નિર્દોષ ભોગ બનશે તો જવાબદાર કોણ ઠરશે તેવો ગણગણાટ પણ લોકોમાં ઉઠવા પામ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.