પશ્ચિમ બંગાળમાં મહિલાઓની હાલત વિશે ડીસામાં આવેદનપત્ર અપાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

પશ્ચિમ બંગાળમાં મહિલાઓની હાલત વિશે દિશામાં શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી પશ્ચિમ બંગાળ સરકાર કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના સંદેશખાલી, કૂચબિહાર અને ઉત્તર દિનાજપુર (ચોપરા)માં થયેલી હિંસાથી સમગ્ર દેશની મહિલાઓ ખૂબ જ દુઃખી છે. અત્યારે ડીસામાં મહિલાઓના બનેલા શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,

પશ્ચિમ બંગાળમાં મહિલાઓની દિવસેને દિવસે બગડતી સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે. કાયદો અને વ્યવસ્થા શબ્દભંડોળ પુરતી જ સીમિત બની ગઈ હોય તેવું લાગે છે. સંદેશખાલી, કૂચબિહાર અને ઉત્તર દિનાજપુર (ચોપરા) ના ધટનાઓ સંસ્કારી સમાજ માટે કલંકરૂપ છે. નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને મહિલાઓનું શોષણ અને પીડાદાયક ઉત્પીડન તદ્દન નિંદનીય છે. ભારતીય બંધારણના ઉલ્લંઘનની આ ઘટનાઓ આપણને તાલિબાન શાસનની યાદ અપાવે છે.

એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સાથે થતા અન્યાય અને અપમાનથી અમે તમામ મહિલાઓ ખૂબ જ દુઃખી અને ચિંતિત છીએ. તમારે આ સમગ્ર ઘટનામાં સીધો હસ્તક્ષેપ કરવો જોઈએ અને ઘટનાની કાયદેસરની તપાસ કરવી જોઈએ. તમામ દોષિત પક્ષકારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તમને પીડિત મહિલાઓની શારીરિક અને માનસિક સારવાર અને પુનર્વસન માટે અસરકારક વ્યવસ્થા કરવા માટે પણ વિનંતી કરવામાં આવે છે.

અમે સમગ્ર મામલાની નિંદા કરીએ છીએ અને ન્યાય અને કાયદાના શાસનની પુનઃસ્થાપનાની આશા સાથે આ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી વહેલી તકે જરૂરી પગલાં ભરવા વિનંતી કરીએ છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.