પાલનપુરમાં યુવતીના નામનું બોગસ ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીના ફોટો અપલોડ કરનાર શખ્સ ઝડપાયો
બનાસકાંઠા જિલ્લામાં એક યુવતીના નામું ફેક આઈડી બનાવી એક શખ્સ દ્વારા યુવતીના ફોટો અપલોડ કરવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા સાયબર ક્રાઈમમાં ગુનાના કામે ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલ કે કોઈ અજાણ્યા ઈસમેફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં ભોગબનનાર યુવતીનો ફોટો અપલોડ કરીને સોશિયલ મીડિયા દ્વારા ચેટ કરી પજવણી કરે છે. આ મામલે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
બનાસકાંઠા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ તાત્કાલિક વણશોધાયેલ ગુનાનો ઉકેલ લાવવા માટે સુચના કરેલ હોય ડો.જે.જે.ગામિત નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુરનાઓના માર્ગદર્શન હેઠળ બી.પી.મેઘલાતર પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પાલનપુર તેમજ સાયબર ક્રાઈમ ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપીને શોધી કાઢી હ્યુમન સોર્સથી સદરહું ગુનાના કામનો આરોપી ફિરદોસભાઈ રફીકભાઈ માણસીયા મુસલમાન રહે બોરડી દાહોદ મુળ રહે.નવાવાસ દાંતા વાળાને ગુનાના કામે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે