થરાદના લુણાવામાંથી ગાંજાના છોડ સાથે એક વ્યકિત ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના લુણાવા માળીફાર્મમાં માતાજીના મંદીરને આશ્રય સ્થાન બનાવનાર બાવાજી અમદાવાદનો બુટલેગર હોવાનું અને તેને અગાઉ પાસા થતાં નામ બદલીને બાવો બન્યો હોવાનો પરદો ઉંચકાતાં ચારેકોર ચકચાર મચવા પામી હતી.પોલીસે આ બની બેઠેલા મહંતના કબજામાંથી મળીને લીલો તથા સુકો મળીને કુલ ૬.૮૧૦ કિલોગ્રામ ગાંજા સાથે અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો. ડીવાયએસપી એસ એમ વારોતરીયાએ જણાવ્યું હતું કે થરાદ ડીસા હાઇવે પર આવેલા લુણાવા (માળીફોર્મ)માં આવેલા શીતળા માતાજીના મંદીરની ઓરડીમાં રહેતા બાવો આવારા તત્વોને લાવીને દારૂ તથા ગાંજા જેવા નશીલા પદાર્થ પીવે છે અને પાવે છે તેમજ મંદીરમાં પણ ગાંજાના છોડનું વાવેતર કરેલ હોઇ કાર્યવાહી કરવાની રજુઆત કરી હતી. આથી ડીવાયએસપી અને પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવતાં હકીકતમાં સત્યતા જણાઇ હતી.આથી પોલીસે વસંતગીરી મનમોહનગીરી મહંત મુળ નામ વિષ્નુભાઇ શકરાભાઇ પટેલ ઉ.વ.૫૫ હાલ રહે.શીતળામાતાના મંદીર (લુણાવા માળીફાર્મ) મુળ રહે.ચરફળી નરોડા અમદાવાદ દ્વારા ગાંજાના નવ છોડનું વાવેતર કરેલ પણ જણાઇ આવ્યું હતું.આથી પોલીસે એફએસએલ બોલાવી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પણ પુરવાર થતાં પોલીસે ગાંજાના ૯ છોડ વજન ૩.૭૦૫ કિલોગ્રામ તથા સુકા ગાંજો ૩.૧૦૫ મળીને કુલ ૬.૮૧૦ કિલોગ્રામ કિંમત ૬૮,૧૦૦ તથા મોબાઇલ કિંમત રુપીયા ૫૦૦ મળીને કુલ ૬૮,૬૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.તેમજ તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જન્માષ્ટમીમાં દિકરીઓ સાથે પણ અસભ્ય વર્તન કર્યું
જન્માષ્ટમીના તહેવારને લીધે ગામની દિકરીઓ કાનુડાની ફરતે ઢોલના તાલે
ગાણાં ગાઇને રમી રહી હતી. આ વખતે આ બાવાએ તેણે જેમતેમ બોલી અસભ્ય વર્તન કર્યું હતું.આથી ગ્રામજનોનું ટોળું પોલીસ મથકમાં ધસી આવીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

પોલીસ પુછપરછમાં પાસાનો આરોપી હોવાની કબુલાત
ડિવાયએસપી એસ એમ વારોતરીયાએ પત્રકારો સાથે વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે આ કથિત બાવાજીની પુછપરછ કરતાં તે અગાઉ અમદાવાદમાં બુટલેગર હતો. અને પાસા પણ થઇ હતી. આથી તેણે પોતાનું નામ બદલીને શિતળામાતાજીનું મંદીરને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું હતું.આ ઘટનાથી ગ્રામજનો પણ ચોંકી ઉઠ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.