પાલનપુરમાં ઇ-સેદુ મિલમાં દુર્ઘટનામાં દાઝેલા વ્યક્તિનું મોત
બે દિવસ અગાઉ ઇ-સેદુ મિલમાં આગની ઘટનામાં 4 કામદારો દાઝ્યા હતા: પાલનપુર-અમદાવાદ હાઇવે પર જગાણા પાસે આવેલી ઇસેદૂ ઓઇલ મિલમાં બે દિવસ અગાઉ આગની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ચાર કામદારો દાઝી ગયા હતા. જેમાંથી એક કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પાલનપુર જગાણા હાઇવે પર આવેલી ઇસેદુ ઓઇલ મિલમાં બે દિવસ અગાઉ આગની દુર્ઘટના ઘટી હતી. જેમાં ચાર કામદારો દાઝી ગયા હતા. જે પૈકી ત્રણ કામદારો 90 ટકા દાઝી ગયા હતા. જેઓની હાલત નાજુક જણાતા તેઓને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી સારવાર દરમિયાન નંદુ નામના એક કામદારનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે કામદારો અમદાવાદ સારવાર લઈ રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.