ડીસામા આખલાઓએ રાહદારીને અડફેટે લેતા ઇજા થઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં મોડી રાતે રખડતા આખલાઓએ આતંક મચાવ્યો હતો.જેમાં અલગ-અલગ જગ્યાએ આખલાઓ યુદ્ધે ચડતા રાહદારીને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે એક ગાડી અને એકટીવાને પણ અડફેટે લેતા તેને મોટુ નુકસાન થયું હતુ.આમ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓની સમસ્યા ઘટવાને બદલે સતત વધી રહી છે.જેમા જાહેર માર્ગો પર અને ભરચક વિસ્તારોમા રખડતા પશુઓ યુદ્ધે ચડતા અનેક લોકોને કે વાહનોને નુકસાન પહોંચાડી રહ્યા છે.જેમા ગત મોડી રાત્રે રૂરલ પોલીસમથક,હરિઓમ સ્કૂલ અને પશુ બજાર આગળ આખલાઓ યુદ્ધે ચડતા રીતસર આતંક મચાવ્યો હતો અને એક રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચાડી હતી.ત્યારે આ ઘટનાને પગલે ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.આ સિવાય આખલાઓએ હરિઓમ સ્કૂલ આગળ પાર્ક કરેલી સ્વીફ્ટ કારને પણ અડફેટે લેતા ગાડીના પાછળનો કાચ તૂટી ગયો હતો અને મોટુ નુકસાન થયું હતું.જ્યારે એક એકટીવાને પણ અડફેટે લેતા કચ્ચરઘાણ બોલાવ્યો હતો.આમ આખલાઓએ આતંક મચાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.નગરપાલિકા દ્વારા દર વર્ષે રખડતા પશુઓની સમસ્યા નિવારવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.તેમ છતાં પણ પરિસ્થિતિ જૈસે થે ની સ્થિતિમાં જોવા મળી રહી છે અને અવારનવાર રખડતા પશુઓના કારણે રાહદારીઓને ઈજા થતાં અને લોકોના જાનમાલને નુકસાન થતાં પાલિકા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે નગરપાલિકા તાત્કાલિક રખડતા પશુઓની સમસ્યાનો ઉકેલ લાવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.