ડીસા દક્ષિણ પોલીસ મથક ખાતે રથયાત્રાને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા દક્ષિણ પોલીસ મથક ખાતે આજરોજ નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકી તથા પી.આઈ. કે.બી.દેસાઈ,પીએસઆઈ તથા ઉત્તર પોલીસ મથકના પીઆઈના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં નરેન્દ્રભાઈ પંડ્યા દ્વારા આવનાર દિવસોમાં રથયાત્રા જેવા તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય અને ભાઈચારો જળવાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.

સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ડૉ. કિશોરભાઈ આસ્નાની,ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડીયા, નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, રાજુભાઈ બજરંગ,  હાથીભાઈ વાઘેલા, હિન્દુ યુવા સંગઠનના મનોજભાઈ ઠાકોર, હિતેશભાઈ રાજપૂત સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ અને ગ્રામજનો આ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જે બેઠકમાં હાજર આગેવાનો અને લોકોએ રખડતાં ઢોર બાબતે અને ટ્રાફિક નિયમન મામલે તંત્ર દ્વારા રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.