ડીસાના જેનાલ ગામે બાવળની ઝાડીમાં ઊંચેથી પડેલા દર્દીને જીવતદાન મળ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા,
આજ રોજ સવારે ૭.૮ મીનીટે જેનાલ ગામથી ડીસા ૧૦૮ મોબાઈલ ટીમને રેલવે સ્ટેન્ડ જેનાલ પાસે નીચે કોઈ માણસ દીવાલ પરથી પડેલ હોવાનો મેસેજ મળેલ. જેથી ઇ.એમ. ટી. પ્રદિપભાઇ હડિયોલ અને પાઇલોટ દલપતભાઈ પરમાર તાબડતોબ ઘટના સ્થળે પહોંચેલ.ત્યારે રેલવે સ્ટેન્ડની અવાવરું જગ્યાએ બાવળની ઝાડીમાં અંદાજિત ૨૦ ફુટ ઉંચાઈ પરથી પડેલ દર્દીને પૂછતાં જણાવેલ કે તારીખ ૨૬/૬/૨૧ ના રોજ બપોરે ૨ વાગ્યે દીવાલ પર સુતા હતા ત્યારે અચાનક ઊંઘમાં પડી ગયેલ હતા.સવારે રેલવેના સ્ટાફએ સુરેશભાઈ પરમાર પાણી…પાણીની બૂમો પાડતા હતા ત્યારે સ્ટાફએ ૧૦૮ મોબાઈલને જાણ કરી હતી.જેથી મોબાઈલ ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને દર્દીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.ઇ. એમ. ટી. પ્રદીપભાઈને તેના જમણા પગમાં ફ્રેક્ચર થયેલ છે એવું લાગતા તાત્કાલિક એ ભાગને સ્પીલિન્ટ કરીને ૧૦૮ ના અમદાવાદ ફીઝિસિયનની સલાહ મુજબ જરૂરી ઇન્જેક્શન તથા અન્ય દવાઓ દ્વારા સારવાર આપીને સ્ટેબલ કરવામાં આવ્યા હતા. દર્દીની સ્થિતિ નોર્મલ થતા તેમને વધુ સારવાર માટે નજીકમા આવેલ ડીસાની હોસ્પિટલમાં દાખલ કરેલ હતા.
ડીસા ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની કામગીરીને હોસ્પીટલનો સ્ટાફ તથા દર્દીનાં પરિવારજનોએ તેમજ ૧૦૮ નાં પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર તેમજ સુપરવાઈઝર નિખિલ પટેલએ ૧૦૮ નાં ઈ.એમ.ટી. પ્રદીપ હડિયોલ તેમજ પાઇલોટ દલપત પરમારની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.