
વિશ્વમાં એક માત્ર ગાયમાતા મંદિરે પાંચ દિવસ સુધી રાત્રી મેળો યોજાશે
કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે સમગ્ર વિશ્વમાં ગૌમાતાનુ એક માત્ર મંદિર શિહોરીમા આવેલ છે. આ મંદિરે વર્ષોથી નવરાત્રી બાદ અગિયારસથી પૂનમ સુધી પાંચ દિવસ રાત્રે મેળો ભરાય છે અને આ મેળામાં ચકડોળ, મોત કુવા, મીઠાઈની હટાડીઓ અને વિવિધ સ્ટોલ લાગે છે અને પાંચ દિવસ રાત્રે દૂર દૂરથી માનવ મેહરમણ ગૌમાતાના દર્શનનો લાભ લેવા ઉમટે છે અને ગાયમાતાજીના ચાચર ચોકમા દાંડિયા રાસ પણ સુંદર રીતે યોજાય છે. આ રાત્રી મેળામાં હજારો લોકો ઉમટે છે.
જેમાં શિહોરી ગામના તમામ સમાજના લોકો આયોજન અને સેવામા ખડેપગે ઉભા રહે છે અને મેળામાં કોઈ અનિચ્છય બનાવના બને તેની ગામલોકો દ્વારા પુરી કાળજી રાખવામાં આવે છે અને શિહોરી પોલીસ દ્વારા પણ સુંદર બંદોબસ્ત ગોઠવાવમાં આવે છે. ગૌમાતાના વર્ષો પુરાણા ઇતિહાસમા ડોકું કરીયે તો લોક વાયકા મુજબ “ઇ.સ.૧૯૪૯ ના રોજ કારતક સુદ ૧૧ને મંગળવાર ના રોજ ગૌ માતા એ જીવંત સમાધિ લીધી હતી ‘”