પીલુડામાં વરસાદી વાતાવરણ વચ્ચે તસ્કરોના દુકાનમાંથી હાથફેરા બાદ ભેદી આગ લાગી

બનાસકાંઠા
બનાસકાંઠા 148

થરાદ તાલુકાના પીલુડામાં માર્કેટયાર્ડની સામે શેણલ ટ્રેક્ટર પાર્ટ્‌સ નામની સ્પેરપાર્ટની દુકાન આવેલી છે.આ દુકાનમાં વરસાદી રાતનો ફાયદો ઉઠાવીને રવિવારની રાત્રિના બે વાગ્યા પછીના સુમારે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા. અને શટર ખોલીને દુકાનમાંથી માતાજીના મંદિરની આજુબાજુ રહેલ નજીવી રોકડની ચોરી કરી હતી. તદુપરાંત દુકાનના વિવિધ ખાનાઓ ખોલીને તેમાંથી પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જાે કે સોમવારની સવારે રાબેતા મુજબ દુકાન માલિક આવતા દુકાનમાં આગ લાગી હોવાની જાણ થઇ હતી. આથી તેમણે શટર ખોલીને તપાસ કરતાં તેમાં રહેલ વ્યાપક માલસામાન બળીને ખાખ થયેલ જણાવા પામ્યો હતો. આ અંગે નવઘણસિંહ દરબારે જણાવ્યું હતું કે આગ લાગવાના કારણે દુકાનમાં કીમતી માલસામાન બળી જતાં અંદાજિત ૧૨ લાખ કરતાં વધારેનું નુકસાન થવા પામ્યું હતું.તદુપરાંત દુકાનમાં રહેલી કેટલીક કીમતી બેટરીઓ પણ જાેવા મળી ન હતી. આથી તેની પણ ચોરી થવા પામી હોવાની આશંકા ઉઠવા પામી હતી. આ અંગે થરાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ દોડી હતી. અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. છેલ્લા કેટલાક સમયથી થરાદ પંથકમાં તસ્કરોની ગેંગ હાઇવે પર આવેલી દુકાનોને નિશાન બનાવી તેમાં ચોરીનો અંજામ આપી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.