બનાસકાંઠા જિલ્લાના ચંડિસરમાં આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ પ્લાન્ટ ખાતે મોકડ્રીલ યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ચંડિસર ખાતે આવેલા HPCL(હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ) પ્લાન્ટમાં ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રુપ બનાસકાંઠા દ્વારા જિલ્લા ઓફસાઇટ ઇમરજન્સી પ્લાનની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલમાં અચાનક આગ લાગવાથી ઉદ્ભવતી આપતકાલીન પરિસ્થિતિમાં કેવા પગલાં લેવામાં આવે છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કારખાનાની ટેન્ક-૧૦ માં ગાસ્કેટ ફેઇલ થતા અને ડેમેજ થયેલ પાવર કેબલ ઇન્સ્યુલેશનમાંથી સ્પાર્ક મળતાં ટેન્કમાંથી થયેલ લીકના કારણે આગ લાગેલ સદર ટેન્કમાંથી પેટ્રોલિયમ લોડીંગ થતુ હોઇ આગનો વધુ ફેલાવો થતા આજુબાજુના રોડ પરની અવરજવરને અસર થાય તેવુ લાગતા ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરવા આદેશ કરતા ઓફસાઇટ ઈમરજન્સી પ્લાન ઓપરેટ કરવામાં આવ્યો હતો.

જેના ભાગરૂપે જીલ્લા ફાઇસીસ ગૃપના સભ્યોને તથા મ્યુચુઅલ રીસ્પોન્ડર તરીકે બનાસ ડેરી, IOCL સિધ્ધપુર, BPCL વિગેરે આવી જતાં લીકેજ કન્ટ્રોલ કરવામાં આવેલ, અને બાદમાં પરિસ્થિતિની સમીક્ષા કરી ઓલ ક્લીયર જાહેર કરી મોકડ્રીલ પુરી કરવામાં આવી હતી. ત્યારબાદ મોકડ્રીલના અવલોકન નોંધવા ડીબ્રીફીંગ સેશનમાં, ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપના અધ્યક્ષની અધ્યક્ષતા હેઠળ રાખવામાં આવેલી અને દરેક ટીમના ઓબ્ઝર્વેશન મેળવવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.