અંબાજીમાં હોટલના ચેકીંગ દરમ્યાન મોબાઈલ ચોર પકડાયો
ડીસા હોમગાર્ડ જવાનોની સરાહનીય કામગીરી: જગત જનની મા અંબાના ધામમાં દર વર્ષે મીની કુંભ મેળા સમાન ભાદરવી મહામેળાને લઈ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જેમાં અંબાજી દર્શનાર્થે આવનારા માઈ ભક્તોની સુરક્ષા અને સલામતીને લઈ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે ભાદરવી મહા મેળામાં અંબાજી બંદોબસ્ત ગયેલા ડીસા યુનિટ હોમગાર્ડ જવાનો દ્વારા કામગીરી બજાવવામાં આવી હતી જેમાં ત્રિશૂળીયા ઘાટ નજીક દર્શન હોટલ પાસે ચેકિંગ દરમિયાન એક મોબાઇલ ચોર ઝડપાઈ ગયો હતો.
ચેકિંગ દરમિયાન અંબાજી બંદોબસ્તમાં રહેલા ડીસા હોમગાર્ડ યુનિટના હોમગાર્ડ પેથાભાઈ પરમાર, મહેશભાઈ શ્રીમાળી,બી.એમ.પરમાર, દિનેશ આર.દેસાઇ તથા વિ.એન.ભાકોદરા વગેરેએ ચેકિગ દરમિયાન એક મોબાઇલ ચોરને ઝડપી પાડી દાંતા પોલીસ મથકમાં સોંપ્યો હતો ત્યારે હોમગાર્ડ જવાનોની ફરજ પ્રત્યે નિષ્ઠાને દાંતા પોલીસ દ્વારા મુક્ત કંઠે બિરદાવી હતી.