થરાદના રાહમાં પંચાયતના સદસ્ય પર છરી વડે હુમલો થતાં ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ, રાહ : થરાદના રાહમાં ગ્રામપંચાયત દ્વારા ગામની જમીનમાં દબાણ કરીને શોપીંગ સેંટર બનાવી તેર દુકાનોને ખોટા દસ્તાવેજાેથી તેમના મળતીયાઓના નામે કરવા અને આકારણીમાં ચઢાવાતા અટકાવવાના મુદ્દે આવેદનપત્ર અપાયું હતું. એ જ રાત્રે ગ્રામ પંચાયતના સદસ્ય પર સ્કોર્પીયો કારમાં આવેલા ત્રણ શખસો દ્વારા છરી વડે હુમલો કરીને ઇજા પહોંચાડતાં ખળભળાટ પ્રસરી જવા પામી હતી. જાે કે હુમલો કોણે કરાવ્યો અને હુમલાખોરો કોણ હતા તેની તપાસ થવાની રાહના ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. નેનસિંહ તગાજી પુરોહિતની રૂબરૂ હોસ્પીટલમાં આવીને પોલીસે ફરિયાદ નોંધી હતી. જેમાં જણાવ્યું હતું કે ગત તા.૨૫/૦૧/૨૦૨૧ ના રાત્રિના આશરે દસેક વાગ્યાના સુમારે તેઓ ગામમાંથી પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. આ વખતે લવાણા (કળશ) જતા રોડ પર થરા ત્રણ રસ્તા નજીક આવતાં રાહ ચારરસ્તા તરફથી એક કાળા કલરની સ્કોર્પીઓ જીપ નંબર વગરની આવીને તેમની પાસે ઉભી રહી હતી. અને ચાલકે લવાણા જવાનો રસ્તો કયો છે તેમ પુછ્યા બાદ વચ્ચેની સીટમાંથી ઉતરીને બે શખસોએ તેમની પાસે આવીને અપશબ્દો બોલી ગડદાપાટુ વડે હુમલો કર્યો હતો. આ વખતે આગળની સીટમાંથી એક શખસ છરી સાથે નીચે ઉતર્યો હતો. અને તુ પંચાયત કે ગામના પ્રશ્નમાં ડોઢ ડાહ્યો થાય છે તેમ કહીને હાથમાંની છરી લઇને નીચે ઉતરીને ડાબા હાથના ખભા પર ફટકારી હતી. ત્યારબાદ બધાએ મળીને ખેંચાખેંચી કરી નીચે પાડી ગડદાપાટુનો માર માર્યો હતો. આથી તેણે બચવા માટે બુમો પાડતાં નજીકમાંથી ત્રણ માણસો દોડી આવતાં આજે તો બચી ગયો છે પરંતુ ગ્રામપંચાયતના કે ગામના કોઇ કામમાં દખલગીરી કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને બંધ લાઇટમાં થરા તરફ હંકારી જતા રહ્યા હતા. જાે કે તે ઓળખી શકાયા ન હતા. પરંતુ પંચાયતમાં બનાવેલ દુકાનો બાબતે વિવાદ ચાલતો હોઇ અને નેનસિંહ પંચાયતમાં ચાલુ સભ્ય હોઇ તેનું અથવા તો ગામના કોઇ માણસે મનદુઃખ રાખીને હુમલો કર્યાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. જ્યારે છરીના ઘા ને કારણે લોહી નિકળતી ઇજા થતાં ખાનગી વાહનમાં રાહની સરકારી બાદ વધુ સારવાર થરાદની સબજનરલ હોસ્પીટલમાંથી ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ બનાવને લઇને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.