
બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષસ્થાને ગેસ એજન્સીઓના પ્રોપરાઇટર સાથે બેઠક યોજાઇ
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી કે. કે. ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લાના તમામ એલ.પી.જી. ગેસ એજન્સીઓના પ્રોપરાઇટર સાથે રોજ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ વધુમાં વધુ લાભાર્થીઓને સમાવી શકાય તે હેતુ માટે ડોર ટુ ડોર વેરિફિકેશન,તમામ વ્યાજબી ભાવની દુકાનો ખાતે અવેરનેસ કેમ્પ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 2,34,022 અને બીજા તબક્કામાં 55,806 કનેક્શન આપવામાં આવ્યા છે.
સરકારની ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓને વર્ષમાં બે વાર વિનામૂલ્યે બોટલ રીફીલિંગ કરી આપવામાં આવે છે. જે અંતર્ગત જાન્યુઆરી-2023 થી જુન-2023 દરમિયાન 2,24,379 બોટલનું વિનામૂલ્યે બનાસકાંઠા જિલ્લામાં રિફિલિંગ કરવામાં આવેલ છે.ઉજ્જવલા યોજનાનો તમામ લાયક લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળે તે માટે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તમામ એલ.પી.જી. ગેસ એજન્સીના પ્રોપરાઇટરઓને પૂરતા પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવી હતી.