
ડીસામાં નવરાત્રી પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ડીસા શહેરમાં આજથી માં આદ્યશક્તિ જગદંબાના નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રિના નવ દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી થાય અને તંત્રના નિયમોનું પણ પાલન થાય તે માટે શનિવારે દક્ષિણ પોલીસ મથક ખાતે પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં ગરબા ના આયોજકો લઘુમતી સમાજના આગેવાનો અને સાઉન્ડ સિસ્ટમ ના માલિકો ઉપસ્થિત રહ્યા હતા
ડીસા શહેરમાં સિંધી કોલોની લાલચાલી સોની બજાર નવજીવન સોસાયટી ડાયમંડ સોસાયટી પોલીસ લાઈન સત્યમ બંગ્લોઝ શ્યામ બંગ્લોઝ ઉત્સવ બંગ્લોઝ જેવી અન્ય સોસાયટીઓ તેમજ ખાનગી પાર્ટી પ્લોટોમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે ત્યારે આ નવરાત્રી મહોત્સવને લઈ શનિવારે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ગરબાના આયોજકોને કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં આયોજકોએ પોતાના આઈકાર્ડ બનાવવા ગરબા 08:00 વાગે શરૂ કરી દેવા અને 12:00 વાગે પૂરા કરવા તેમજ ગરબાના સ્થળની બહાર કાળા કાચ વાળી કોઈપણ ગાડીઓ શંકાસ્પદ રીતે જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જેવી સૂચનાઓ આપવામાં આવી હતી આ બેઠકમાં પોલીસ અધિકારીઓ અને ગરબાના આયોજકો તેમજ સાઉન્ડ સિસ્ટમના માલિકો ઉપસ્થિત રહ્યા હતા