પાલનપુર ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની ૩ જેટલી દુકાનોના સ્થળ બદલવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ગ્રાહક ભંડારની દુકાનોને ૧૦૦ ટકા ઇ.એેફ.પી.એસ કરવામાં આવેલી છે, ગ્રામ્ય/તાલુકા/ જિલ્લા કક્ષાની તકેદારી સમિતિની રચના અને બેઠક મળવા અંગે, અન્ન સલામતિ જથ્થાના કેસો અને ગ્રાહક સુરક્ષા મંડળોના કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. દિવાળીના તહેવારો પહેલાં પુરવઠો ફાળવણી લોકોઅને આપી દેવા ધારાસભ્યો દ્વારા એકસૂરે રજૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં પુરવઠા વિષયક કામગીરીની ચર્ચા દરમ્યાન જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે.ચાવડાએ માહિતી આપતાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં સપ્ટેેમ્બર-૨૦૨૧ દરમ્યાન ૧૩૯- એફ.પી.એસ. તથા ૨- ગોડાઉનની તપાસણી કરવામાં આવેલ છે. જેમાં ૧૨ કેસોનો નિકાલ કરી રૂ.૧,૦૯,૫૭૩નો દંડ કરવામાં આવ્યો છે. તેમજ ૨૦ પરવાના મોકુફ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અન્નપૂર્ણા યોજના હેઠળ જિલ્લામાં સપ્ટેનમ્બર-૨૦૨૧ના મહિનામાં ૧૮ લાભાર્થીઓને લાભ અપાયો છે. ભૂખમરો અને કુપોષણથી રક્ષણ આપવા માટે અન્નબ્રહ્મ યોજનામાં ૮૨ જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ અપાયો છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં કુલ-૧૦૨૪ વ્યાજબી ભાવની દુકાનો મારફત લોકો સુધી પુરવઠો પુરો પાડવામાં આવે છે. જિલ્લામાં કુલ-૪૧ ગેસ એજન્સીઓ મારફત ગેસ બોટલનું વિતરણ કરવામાં આવે છે. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વારકીબેન પારઘી, સંસદ સભ્યો પરબતભાઇ પટેલ અને દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્યો શશીકાંતભાઇ પંડ્યા, ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, કાંતિભાઇ ખરાડી, નથાભાઇ પટેલ, શિવાભાઇ ભૂરીયા, મહેશભાઇ પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દિનેશભાઇ પરમાર, જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિના સભ્યો નિલેશભાઇ મોદી, ર્ડા. રાજાભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ, દલપતભાઇ બારોટ સહિતના સભ્યો ઉપસ્થિતિ રહ્યાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.