કાંકરેજના ઉંબરી નજીકની પીકઅપ ડાલામાં મુસાફરી સમયે હાથ બહાર કાઢતા એકનો હાથ કપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજના ઉંબરી નજીકની વાહનમા મુસાફરી સમયે ક્યાંક સામાન્ય ભૂલ ભારે પડી શકે તેવી લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. પિકઅપ ડાલામાં બેઠેલ એક વ્યક્તિનો હાથ કપાયો છે. મુસાફરી સમયે પિકઅપ ડાલાની બહાર હાથ કાઢીને બેસેલા વ્યક્તિને હાથ ખોવાનો વારો આવ્યો હતો. પિકઅપ ડાલું અને ટ્રક સામસામે નજીકથી નીકળ્યા ત્યારે કપાતા ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે શિહોરી રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સરવાર અર્થે પાટણ ખસેડાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે કાંકરેજના ઉંબરી નજીક પીકઅપ ડાલામાં પાટણથી ભાભરના ઉંડાઇ ગામના પરિવાર સાથે જઈ રહેલા વક્તિનો મુસાફરી સમયે પીકઅપ ડાલાની બહાર હાથ કાઢીને બેસવું ભારે પડ્યું છે. પીકઅપ ડાલુ અને ટ્રક સામસામે નજીક નીકળતા વક્તિનો હાથ બહાર હોવાથી કપાયો હતો. વ્યક્તિ ગાડીમાં બેસેલા બૂમાબૂમ કરતા પીકઅપ ડાલા ચાલાકે તાત્કાલિક ગાડી સાઈડમાં કરી લોહી લુહાણ હાથને જોતા તાત્કાલિક જાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થ શિહોરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર અર્થ પાટણની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.