થરાદની મુખ્ય કેનાલ જમડા પુલિયા પર મોટું ભંગાણ પડતા ખેડૂતો સહીત વાહનચાલકો માં ભયનો માહોલ
પુલ નજીક મોટું ભંગાણ પડવાથી અવર-જવર કરતા વાહનચાલકો અને રાહદારીઓમાં અકસ્માતનો ભય: થરાદની મુખ્ય કેનાલ જમડા પુલિયા પર મોટું ભંગાણ પડતા ખેડૂતો સહીત વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળે છે. પુલ નજીક મોટું ભંગાણ પડવાથી અવર-જવર કરતા વાહનચાલકો અને રાહદારીઓમાં અકસ્માતનો ભય રહે છે. નિગમ દ્વારા તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે એવી માગ ઉઠવા પામી છે. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં અવાર નવાર ગાબડા પડવાના બનાવો બનતા હોય છે. ત્યારે જમડા પુલિયા પાસે કેનાલની દિવાલ તૂટી અને ભુવો પડતા મોટું ભંગાણ સર્જાયું હતું.
જેને લઇ ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિક ખેડૂત એ જણાવ્યું હતું કે, જમડા પુલ પાસે મુખ્ય કેનાલમાં ભુવો પડવાથી મોટું ભંગાણ થયું છે. જેને લઇ ત્યાંથી પસાર થવું પણ ડર લાગે છે. જો કે મુખ્ય કેનાલમાં મોટું ભંગાણ હોવાથી જો કેનાલ તૂટે તો કેટલાય ગામો અને ખેડૂતોને નુકસાન કરી શકે છે. તો નર્મદા નિગમના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. નર્મદા નિગમના અધિકરી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારી કામગીરી કેનાલ પર ચાલું છે. આગળ પડેલ ભંગાણનું રીપેરીંગ કામ કરી નાખ્યું છે અને આ પણ રીપેરીંગ કામ તાત્કાલિક ધોરણે કરી નાખવામાં આવશે.