ડીસામાં પ્રેમ લગ્ન કરનાર પુત્રીના ઘર ઉપર હુમલો કરાતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાની અમૃતનગર સોસાયટીમાં એક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર યુવતિ તેમજ સાસરીયા પર પરિવારજનોએ હુમલો કરી ઘરમાં તોડફોડ કરી નુકશાન  પહોંચાડયુ હતું. આથી પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. ડીસા શહેરની આશાપુરા સોસાયટીમાં રહેતી દરજી સમાજની યુવતિએ એક વર્ષ અગાઉ માળી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં.તેના થોડા સમય અગાઉ જ યુવતી ડીસા આવતાં તેના પરીવાર દ્વારા યુવતીને સમાધાન કરવાના બહાને ઘરે બોલાવતા હતાં પરંતુ યુવતી તેના માતા પિતાને ત્યાં ન જતાં તેને ધાકધમકીઓ આપવામાં આવતી હતી ત્યારે સોમવારે સવારે પ્રેમ લગ્ન કરનાર યુવતીના માતા-પિતા તેમજ તેમના પરીવારના સભ્યોએ એકાએક ડીસા – પાલનપુર હાઇવે પર આવેલ અમૃતનગર સોસાયટીમાં રહેતી તેમની દિકરીના ઘરે ધસી જઇ યુવતી તેમજ તેના સાસરીયા પર હુમલો નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. આ અંગેની જાણ થતાં જ ડીસા શહેર દક્ષિણ  પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.  આ અંગે ભોગ બનનાર રીન્કુ મેહુલકુમાર માળીએ જણાવ્યું હતું કે પ્રેમ લગ્નની અદાવત રાખી મારા માતા પિતા ઉપરાંત પરીવારના સભ્યો ધાકધમકી આપે છે. સોમવારે ૧૫ થી વધુના ટોળાએ અમારા ઘરમાં ઘુસી તોડફોડ કરી નુકશાન
પહોંચાડયુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.