વાઘપુરા પાટિયાના રોંગ સાઇડે આવતા બાઈક ચાલકને બચાવવા જતા કેરી ભરી જતું જીપડાલુ પલટાયુ્

બનાસકાંઠા
બનાસકાંઠા

અકસ્માતમાં હાઇવે પર  કેરીઓ ભરેલા કેરેટો વેરવિખેર થતાં માલિક ને મોટું નુકસાન અકસ્માતને લઈ હાઈવે પર લોકો દોડી આવેલા લોકો એ કેરીનો મફતમાં સ્વાદ મળ્યો: ડીસા રાધનપુર નેશનલ હાઈવે ઉપર બપોરના સમયે ડીસા થી ભીલડી તરફ કેરીઓ ભરી જઇ રહેલ જીપડાલુ પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.

ડીસા તરફથી બપોરના સમયે કેરીઓના કેરેટ ભરી પીકઅપ વાન વાઘપુરા પાટિયા નજીક પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન રોંગ સાઈડે બાઇક આવતા પીકઅપ વાન ચાલકે બાઈક સવારને બચાવવા જતા સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા જીપ ડાલુ પલટી ખાઈ ગયું હતું જેમાથી કેરીઓના કેરેટ રસ્તા વચ્ચે વિખેરાતા ઉપર રોડ ઉપર કેરીઓ જ કેરીઓ થઈ જવા પામી હતી અકસ્માતને લઈ આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે ઢોળાયેલી કેરીઓ નો લોકોએ પણ સ્વાદ માણ્યો હતો જોકે અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.