
ઈકબાલગઢની ખાનગી દવાખાનામાં સારવાર દરમિયાન બાળકનું મોત થતાં ભારે હોબાળો
અમીરગઢ તાલુકાના વેપારી મથક ઈકબાલગઢ ગામે મેઈન બજાર વચ્ચે ખાનગી દવાખાનું ચલાવતા નીતિનભાઈ ભાલકિયાના દવાખાને ચેખલા ગામના દરબાર પરીવારના ચાર વર્ષનું બાળક બીમાર થતાં તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન બાળકનું મોત થતાં પરિવારે દવાખાને હોબાળો મચાવ્યો હતો પરિવાર દ્રારા આક્ષેપ કરવા માં આવ્યા હતા કે ડૉક્ટરે ઇન્જેક્સન આપતા ડૉક્ટરની બેદરકારીના લીધે અમારું એકનું એક બાળક મુત્યુ પામ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપકર્યો હતો.આ ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા હોસ્પિટલ આગળ લોકોના ટોળે ટોળાં ઉમટી પડયા હતા ત્યારે ઘટનાની જાણ અમીરગઢ પીઆઇ એમ.આર બારોટને થતા પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જાેકે, દરબાર પરીવારના એકના એક બાળકનું મોત થતાં પરીવાર આઘાતમાં સરી પડ્યો હતો ત્યારે બાળકના પરીવારે દવાખાને હોબાળો કરતા અમીરગઢ પીઆઈ એમ આર બારોટની સમાજવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને મૃત બાળકને ખાનગી વાહન મારફતે અમીરગઢ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે અમીરગઢ પીઆઈએ કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા આરોગ્ય ટીમ ઓચિંતી તપાસ હાથ ધરી હાટડીઓ બંધ કરાવે તે અનિવાર્ય
બનાસકંઠા જિલ્લાનો અમીરગઢ વિસ્તાર આદિવાસી અને ખેતી ર્નિભર હોય અહીંયાની મોટા ભાગની પ્રજા અભણ અથવા સામાન્ય શિક્ષિત હોવાથી ઉઘાડપગા ડોકટરો તેમને ગમે તેમ સારવાર આપી લાખોની કમાણી કરી રહ્યા છે અને અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસરને અનેક મૌખિક રજૂઆત છતાં કોઈ પગલાં લેવાતા નથી હવે અન્ય કોઈ ગરીબ પ્રજા આવા ડોકટરનાં હાથે ભોગ લેવાય એની પેહલા જીલા અને તાલુકાની ટીમ શું પગલાં લે છે તે આવનારો સમય જ બતાવશે.