પાલનપુરના રામટેકરી શિવાલયમાં મહાકાલની પ્રતિકૃતિ ના દર્શને શિવભક્તોનો ભારે ઘસારો
દેવાધિદેવ મહાદેવ ના પવિત્ર પ્રિય એવા શ્રાવણ માસના છેલ્લા સોમવારે પાલનપુર શહેરના માનસરોવર રોડ ઉપર આવેલ રામટેકરી મંદિરે ભગવાન ભોળાનાથને જે સ્ફટિકના શિવલિંગ તરીકે અહીંયા પૂજાય છે. તેમને આજે ભાવિક ભક્તો દ્વારા મહાકાલ ની પ્રતિકૃતિ બનાવી સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા.
શિવભક્તોએ અનેક કુદરતી પ્રસાધનોઓ વડે હૂબહુ ઉજ્જૈન ના મહાકાલેશ્વર બાબા ની પ્રતિમા આબેહૂબ બનાવી ભક્તોના દર્શનાર્થે સાંજે મંદિરને ખુલ્લું મુકાયું હતું. સાંજે મહા આરતી અને મહાપ્રસાદ લેવા શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવ ના નારાથી મંદિર પરિસર ગાજી ઉઠ્યું હતું.
પવિત્ર શ્રાવણ માસમાં ભોળાનાથ ને રિઝવવા જલાભિષેક, દૂધ ગંગાજળ, બીલીપત્ર અને મહાદેવને પ્રિય અને ખાદ્ય પદાર્થો ફળ ફૂલનો અભિષેક કરી શિવ ભક્તો જય જય ભોળા શંભુ મે તેરે દર્શન આયો અને નગરમે જોગી આયા કે અલખ જગાયા શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો ની સ્તુતિ કરી શિવ ભક્તો ધન્ય ધન્ય બન્યા હતા.