
ધાનેરામાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતા ભારે ફફડાટ
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ધાનેરા ખાતે ધાનેરા આરોગ્ય વિભાગ તેમજ નગરપાલિકા અને પોલિસને સાથે રાખીને સેનીટેશન રાઉડ કરવામાં આવ્યો હતો. જેમાં સાત જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને ધાનેરા ની ૧૫૦ જેટલી દુકાનો, ગલ્લાઓ, હોટલો, લારી ગલ્લાઓની તપાસ કરવામાં આવેલ હતી. જેમાં એક્ષપાયરી તારીખવાળો માલ, અખાધ્ય વસ્તુઓનો નિકાલ, હોટલો ઉપર ગંધકી, તમાકું નિયંત્રણ નો ભંગ કરનાર ગલ્લાવાળાઓ મળીને ૬૦ જેટાલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ તપાસ શરૂ થતાં જ કેટલાક લોકો એ પોતાની જાતે પોતાની દુકાનોમાં એક્ષપાયરી વાળી વસ્તુઓ સંતાડવા લાગ્યા હતા તેમજ હોટલોવાળા પણ સફાઇ કરવા લાગ્યા હતા પરંતુ આ તપાસમાં ઝડપાયેલા ૬૦ જેટલા લોકો પાસેથી ૩૪૬૦૦ રુપિયાનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ ગલ્લા વાળાઓને તમાકુ નિયંત્રણનો ફરી ભંગ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સુચનાઓ પણ આપવામાં આવી હતી.