થરાદના હાઇવે માર્ગો પર ગાય આખલાઓનો અડિંગો

બનાસકાંઠા
બનાસકાંઠા

તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી પ્રજાની માંગણી

(રખેવાળ ન્યૂઝ)થરાદ
થરાદ શહેરની બજારો તથા હાઇવે રોડ પર મોટી સંખ્યામાં ગાયો તથા આખલાઓ રખડતા હોય છે. જેને કારણે બજાર તથા રોડ પર ટ્રાફિકની સમસ્યા ઊભી થાયછે. રખડતી ગાયો વાહનો માટે જાેખમકારક બની રહે છે. જેને કારણે અવારનવાર કેટલાય અકસ્માત પણ થાય છે. અને અનેક લોકોને ઇજા થવા પામી છે. તથા આખલાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાતું હોઇ કોઇ પણ નિર્દોષનો જીવ પણ ગુમાવવાની પુરી દહેશત છે.

વળી બજારમાં તેમને કશું ખાવાનું નહી મળતું હોવાના કારણે કચરામાં નાખવામાં આવેલ પુંઠા,કાગળ અને પ્લાસ્ટીક ખાઇને કેટલીક ગાયો બીમાર પણ પડે છે. આથી તેમને હોસ્પીટલમાં લઇ જઇને ઓપરેશન કરવાં પડે છે તેમજ ઘણીવાર સારવારના અભાવે કેટલીક ગાયોનાં મોત પણ નિપજે છે. તો રાત્રીના અંધકારનો ફાયદો ઊઠાવીને કેટલાક ગૌ વિરોધી તત્વો તેમને કતલખાને ધકેલવાની પ્રવૃતી પણ કરતા હોવાની ફરીયાદો ઊઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.