
ડીસામાં નગરપાલિકા ખાતે મહિલા અનામત બિલ પસાર થતા ખુશીનો માહોલ
લોકસભામાં મહિલા અનામત બીલ પાસ થઈ જતા આજે ડીસામાં મહિલાઓએ આતશબાજી કરી સરકારના નિર્ણય વધાવ્યો હતો. નગરપાલિકા પ્રમુખ સહિત સદસ્યોએ એકબીજાનું મોં મીઠું કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક મહિલાલક્ષી નિર્ણય કરતા આભાર વ્યક્ત કર્યો હતો.
લોકસભામાં મહિલા અનામત બિલ પસાર થતાં જ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. નગરપાલિકા કચેરી આગળ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત મહિલા સદસ્યોએ સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો અને આતશબાજી કરી એકબીજાનું મો મીઠું કરી સરકારનો આભાર માન્યો હતો. તેમજ મહિલાલક્ષી નિર્ણયમાં મોદી સરકારને વધુ એક સફળતા મળતા વિવિધ બેનરો થકી દેશની મહિલાઓ પણ મોદી સરકારને હમેશા સાથ આપશે તેવી ખાતરી આપી હતી.