વાવ ના ભાખરી ગામે ધોળે દિવસે મકાન ના તાળા તોડી તસ્કર ટોળકી સોના ચાંદીના દાગીના લઈ રફુ ચકકર

બનાસકાંઠા
બનાસકાંઠા

છેલ્લા કેટલાય સમય થી વાવ શહેર અને ગ્રામીણ વિસ્તારો માં ચોરી  ના બનાવો પ્રકાશ માં આવ્યા છે.અને વાવ પોલીસ ના ચોપડે બનાવો નોંધાયા છે.જેના ભેદ વણ ઉકેલા  જોવા મળી રહ્યા છે..જોકે ફરી પાછી વાવ તાલુકા ના ભાખરી ગામે ધોળે દિવસે તસ્કર ગેગ ત્રાટકી ઘર ના મકાન નું તાળું તોડી રૂપિયા 325000 ત્રણ લાખ પચીસ હજાર ના સોના ચાંદી ના દાગીના ચોરી રફુચકર થઈ ગયા હોવાની ફરિયાદ વાવ પોલીસ મથક ખાતે નોંધાતા વાવ પોલીસ હરકત માં આવી ગઈ છે.

સત્તાવાર જાણવા મળતી માહિતી મુજબ ભાખરી ગામના નાનજીભાઈ કલ્યાણભાઈ પટેલ ચાર ધામ ની યાત્રા પુરી કરી માદરે વતન ભાખરી ગામે આવે ધોળા દિવસે બાજુમાં પડોશી ને ત્યાં ગયેલા તેવામાં તસ્કર ટોળકી ત્રાટકી ઘર ના દરવાજા નું તાળું તોડી ઘરમાં ઘુસી તિજોરી તોડી તિજોરી માં પડેલા રૂ 320000 ના સોનાના દાગીના તેમજ 5000 ના ચાંદીના દાગીના કુલ રૂપિયા ત્રણ લાખ પચીસ હજારના ચોરી ફરાર થઇ જતા નાનજીભાઈ પટેલે વાવ પોલીસ મથક ખાતે ફરિયાદ આપતા વાવ પોલીસમાં દોડ ધામ વધી ગઈ છે તાત્કાલિક વાવ પોલીસે ગુનો નોંધી ડોગ સ્કોડ એફ એસ એલ ટિમ ની મદદ લઇ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.