વાવ તાલુકાના યાત્રાધામ ઢીમામાં ભાદરવી પૂનમના દિવસે ભવ્ય લોક મેળો ભરાયો
પૂનમના દિવસે ઢીમા માં યાત્રાળુઓ પગપાળા દંડવત જમીન માપી હજારો કિલોમીટર થી દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મીની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ની અંદર આજે ભાદરવા સુદ પૂનમના દિવસે ભવ્ય મોટો લોક મેળો યોજાયો હતો જો કે આમ તો દર પુનમના દિવસે યાત્રાધામની અંદર મેળો ભરાય છે ત્યારે ભાદરવા મહિનાની પૂનમનો અનેરો મહિમા હોય છે જેને લઇને લોકો દૂર દૂરથી અગિયારસથી આવવા માટે ઘસારો ચાલુ થઈ જતો હોય છે અગિયારસથી પૂનમ સુધી આમ પાંચ દિવસ સુધી યાત્રાધામ ઢીમાની અંદર ભવ્ય મોટો લોકમેળો ભરાતો હોય છે.
આ મેળા દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રાળુ ધરણીધર ભગવાન અને ઢીમણનાગ દાદા ના ચરણોમાં શિશ ઝુકાવવા આવી પહોંચતા હોય છે જોકે ચૌદશની રાત્રે છે યાત્રાળુઓનો એટલો બધો ઘસારો વધી ગયો હતો કે ગામના જાહેર માર્ગો સાંકડા થઈ ગયા હતા જેને લઈને કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તેમજ જાહેર રસ્તાઓ ઉપર સેવાભાવી લોકો દ્વારા કેમ્પો ખોલી આવનાર યાત્રાળુઓને ચા પાણી નાસ્તો સહિતની સેવાઓનો દોર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો જેથી ભક્તો પણ ધરણીધર ના ધામની અંદર મન મૂકીને દર્શન કરવા ઉમટી પડ્યા હતા.