થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો અને પ્રકૃતિને પુજનારો સમાજ છે : અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી સમાજને વિવિધ યોજનાઓ થકી સશક્ત બનાવ્યો: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિ વર્ષ ૯મી ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા આ દિવસે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે થરાદમાં ભીલ સમાજની વાડી ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ભવ્ય ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.

વિશ્વ આદિવાસી દિવસ નિમત્તે અધ્યક્ષએ સમગ્ર આદિવાસી સમાજને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે સ્વતંત્ર સંગ્રામની લડાઈમાં આદિવાસી સમાજે સૌથી વધુ બલિદાન આપ્યું છે. આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો અને પ્રકૃતિને પુજનારો સમાજ છે. આજે જે સમાજ આગળ આવ્યા છે, તેની પાછળનું મહત્વનું કારણ શિક્ષણ અને વ્યસનમુક્તિ છે. જેથી અધ્યક્ષએ આદિવાસી સમાજના દરેક વ્યક્તિને વ્યસન છોડવા માટે અપીલ કરી હતી.

અધ્યક્ષએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ થકી જ નવી પેઢીનું ભવિષ્ય ઉજવળ બનશે. જેના માટે આદિવાસી સમાજને શિક્ષણ તરફ વળવા આહ્વાન કર્યું હતું. ઘરની દરેક દીકરીને ભણાવવા ઉપર ભાર મૂક્યો હતો. આદિવાસી સમાજની એકતાના વખાણ કર્યા હતા. દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી સમાજને વિવિધ યોજનાઓ થકી સશક્ત બનાવ્યો છે. આદિવાસી સમાજની ભણવાની ચિંતા પ્રધાનમંત્રીએ કરી છે. આજે સરકારની વિવિધ યોજનાઓ થકી આદિવાસી સમાજ સક્ષમ બન્યો છે.

આ કાર્યક્રમમાં  પૂર્વ સાંસદસભ્ય પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ, સ્થાનિક આગેવાનો, બનાસકાંઠા વિશ્વ આદિવાસી સમિતિના મેમ્બરઓ સહિત બહોળી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.