ભીલડી પાસે રેલવે ઓવરબ્રિજના નીચેના પીલ્લરમાં ‘ગાબડુ’ પડયું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા- રાધનપુર નેશનલ હાઇવે પરના રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું છે. જેને પગલે નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે એક તરફનો હાઇવે બંધ કરાવી ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. જ્યારે અમદાવાદથી એક્સપર્ટની ટીમ આવ્યા બાદ તપાસ કરી ગાબડાનું કામકાજ શરૂ કરવામાં આવશે.ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડી પાસે ઓવરબ્રિજમાં આજે ગાબડું પડ્યું હોવાની ઘટના બની હતી. અચાનક રેલવે ઓવરબ્રિજમાં નીચેના પીલ્લરમાંથી માટી સરકતા ગાબડું પડ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં પ્રાથમિક તપાસ કરતા રેલવે ઓવરબ્રિજની નીચે પ્લેટો સરકી જતા પીલ્લરમાંથી માટી નીકળવા લાગી હોવાનું જણાયું હતું. જેથી આ અંગે ઉપલા અધિકારીઓને જાણ કરતા અમદાવાદથી બ્રિજ એક્સપર્ટની ટીમ આવ્યા બાદ આ ઘટનાની તપાસ કરશે અને તપાસ કર્યા બાદ જ ગાબડું પડ્યું છે તેનું રીપેરીંગ કામકાજ શરૂ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.