
થરાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 જન્મદિવસની ભાગ રુપે ફ્રી સુગર ચેકઅપ કેમ્પ યોજાયો
થરાદ ભાજપા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસના ઉજવણી નિમિત્તે આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત આજે ડૉ. રીતેશભાઇ પ્રજાપતિના દવાખાને ફ્રી શુગર ચેકઅપ તેમજ ડાયાબિટીસ જાગૃતિ અંગેનો કેમ્પ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં બનાસ બેંક ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, થરાદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ ઓઝા, મહામંત્રી પ્રકાશભાઈ સોની, જેહાભાઇ હડિયલ, થરાદ રાજવી અર્જુનસિંહજી અને શહેર ભાજપના તમામ કાર્યકર ભાઈ બહેનોએ હાજરી આપી હતી. લેબ ટેકનિશિયન વશિમખાન પઠાણ દ્વારા આ તકે સારી સેવા આપવામાં આવી. આ ફ્રી શુગર ચેકઅપ કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ચેક અપ કરાવ્યું હતું.આ સેવા પખવાડિયાના કાર્યક્રમના ભાગરૂપે આજે ઇન્ચાર્જ સોનલબેન પ્રજાપતિ દ્વારા પણ થરાદના વાલ્મિકી વિસ્તારમાં ત્યાંના સલ્મ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.