
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન થશે
સરકાર અને સેવાભાવી સંસ્થાનો દ્વારા અનેકો કેમ્પો યોજાતા હોય છે. જેમાં લોકોને અનેકો સુવિધા ઉપલબ્ધ કરાવતા હોય છે. સરકાર અને સેવાભાવી સંસ્થાનો દ્વારા ફ્રી મેડિકલ કેમ્પો પણ યોજાય છે. જેમાં સારવારથી લઈને દવાઓ સુધી મફત સુવિધાઓ જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવે છે. જે ગરીબ અને અસહાય લોકો માટે જીવનદાઇ સાબિત થતી હોય છે. આજે અંબાજી ખાતે આવેલી આદ્યશક્તિ હોસ્પિટલમાં ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
GCS હોસ્પિટલ અમદાવાદ અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી દ્વારા આયોજિત ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન આજે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. આ ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં મગજના રોગો, હૃદયના રોગો, કિડનીના રોગો, ગેસ્ટો(પેટના રોગો), મણકા અને સાંધાના રોગો સહિતના અનેક ઉપચાર આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવાર અને સર્જરીનું આયોજન આજે કરવામાં આવ્યું છે. જેમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોએ ફ્રી મેગા મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.GCS હોસ્પિટલ અમદાવાદ અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી દ્વારા આયોજિત ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન હવે દર મહિનાના બીજા મંગળવારે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે કેમ્પ યોજનાર છે. જેમાં લોકોને ફ્રી મેગા કેમ્પનો લાભ મળશે. ગરીબ અને અસહાય અને જરૂરતમંદ લોકો આ કેમ્પમાં આવી ફ્રી મેગા મેડિકલ કેમ્પનો લાભ લઈ શકે છે.