પાલનપુરની માવજત હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
હોસ્પિટલના ટ્રસ્ટીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કેમ્પનું આયોજન કરાયું: પાલનપુર માવજત હોસ્પિટલ ખાતે મંગળવારે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.
પાલનપુર માનસરોવર રોડ પર આવેલી માવજત મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રેણિકભાઈ ચુનીલાલ ચોકસીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગરીબ દર્દીઓને સસ્તા દરે સારવાર મળે તે હેતુ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓ હાજર રહી નિશુલ્ક નિદાન કેમ્પનો લાભ લીધો હતો.