
અંબાજી નજીક સુરપગલા હાઇવે સાઈડના જંગલમાં આગ લાગી
સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન છે. ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓની પહાડીઓમાં જંગલ વિસ્તાર અને જંગલી જીવ જંતુઓ વસતા હોય છે. ગરમીની ઋતુ ચાલુ થતા જ જંગલોમાં ઠેર-ઠેર જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ જાેવા મળી રહી છે. ત્યારે અંબાજી આબુરોડ હાઈવે માર્ગ પર રોડની સાઈડમાં જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે.
અંબાજી નજીક આવેલા સુરપગલા હાઇવે માર્ગ પર રોડની સાઈડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ જાે વધીને વિકરાળ રૂપ ધારણ કરે તો રોડ પર જતા આવતા વાહનોને પણ નુકસાન થવાની શક્યતાઓ વધી શકે છે. જતા આવતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અંબાજીથી આબુરોડ જતા હાઇવે માર્ગ વચ્ચે આવેલા સુરપગલા નજીક હાઇવે માર્ગની બાજુમાં સામાન્ય આગ લાગવાની ઘટના સામે આવતા જંગલી જીવો સાથે વૃક્ષ અને છોડોને નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે. તંત્ર દ્વારા યોગ્ય નિર્ણાયક કદમ ઉઠાવી આગ લગાવવાની ઘટનાઓ પર રોક લગાવામાં આવે તો પ્રકૃતિને નુકસાન થવાથી બચાવી શકાય છે.