ધાનેરામાં ફૂટવેરની દુકાનમાં તસ્કરોએ ચોરી કર્યા બાદ આગ લગાવી
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં તસ્કરોનો તરખાટ મચાવ્યો છે. મેન બજારમાં આવેલી ફૂટવરની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી આગ લગાવી હતી. જે બાદ ભાગવા જતા એક ઇસમ ઝડપાયો છે. દુકાનદારને અંદાજે સાત લાખથી વધુનું નુકસાન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શકના આધારે 1 શખ્સની પોલીસે અટકાયત કરી છે. જ્યારે 3 લોકો રફુચક્કર થયાનું અનુમાન છે. ચોરી કરવા આવતા અને દુકાનમાં ઘૂસતા 4 શખ્સો સીસીટીવીમાં પણ દેખાયા હતા. બનાવને લઈ ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે. દુકાનધારકે જણાવ્યું હતું કે, રાત્રે અઢી વાગે મને ફોન આવ્યો કે તમારી દુકાનમાં આગ લાગી છે. જેથી હું તાત્કાલીક આવી પહોંચ્યો હતો. દુકાનમાં પડેલો સાત થી આઠ લાખનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. તસ્કરોએ દુકાનમાં આગ લગાડી દીધી હતી. પોલીસ કડકમાં કડક પગલાં લે તેવી માગ છે.