ડીસાના તેરમીનાળા વિસ્તારમાં વીજડીપીમાં આગ લાગતા દોડધામ
ડીસા શહેરમાં તેરમીનાળા વિસ્તારમાં આવેલ વીજડીપીમાં આજે આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સર્જાઈ હતી. અચાનક વીજ ડીપીમાં આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ યુજીવીસીએલ અને નગરપાલિકા ફાયરફાઈટરની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી. વીજડીપીમાં ખામી સર્જવાના કારણે સમગ્ર વિસ્તારમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. જેના કારણે સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડીસા નગરપાલિકાની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ આવી વીજપુરવઠો ચાલુ કરતા બફારામાં હેરાન થતા તેરમીનાળા વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી.