ચિત્રાસણી હાઇવે પર ટેન્કરમાં આગ લાગતા અફરાતફરી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર-આબુ હાઇવે પર ચિત્રાસણી પાસે ઓઇલ ભરેલા એક ટેન્કરમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ટોલનાકાના સ્ટાફે આગ પર કાબુ મેળવ્યો હતો. પાલનપુર-આબુ હાઇવે પર ચિત્રાસણી પાસે એક હોટલ પર ઉભેલા ઓઇલ ભરેલા ટેન્કરમાં શોર્ટ સર્કીટને કારણે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ખેમાણા ટોલનાકા પરના સુપરવાઈઝર યુનુસભાઈ તેમના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. જેઓએ ફાયર ફાઇટર આવે તે પહેલા અપાર જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જેને પગલે ટેન્કર ચાલકનો આબાદ બચાવ
થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.