દબાણમાં માલિકી હકનો દાવો કરનારને રૂપિયા ૧ લાખનો દંડ
દિયોદર સીવીલ કોર્ટના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ, ડો.એમ.એસ.પાંડએ સ્પેશીયલ દિવાની મુકદમા નં.૦૧/૨૦૨૨ નો ખુબજ મહત્વનો અને એક ઐતિહાસિક ચુકાદો આપેલ છે. આ કેસમાં મોટાકાપરા તા.લાખણીના દલિત મફાભાઇ મેવાભાઇ એ તા.૦૭/૦૫/૨૦૨૦ ના રોજ દાવો દાખલ કરેલ હતો કે, મોજે ગામ મોટાકાપરાના સર્વે નં.૮૦ પૈકી ૭-૦૦ ચો.મી.મકાન તેમજ જમીન મારી માલિકીની છે. અને મામલતદાર (લાખણી)એ મને નોટીસ આપેલ છે. હું કાયદેસરનો માલિક છું તેવુ જાહેર કરો તેવો દાવો જિલ્લા કલેક્ટર તથા મામલતદાર સામે દાખલ કરેલ જેમાં સરકાર તર્ફે એ.જી.પી. ડી.વી.ઠાકોર હાજર થઇને દલીલો કરેલ કે, “ દાવો કરનારને આ જમીનમાં કોઇપણ જાતનો લાગભાગ હક્ક કે હિસ્સો નથી. તેઓ એ ખોટુ દબાણ કરતા નોટીસ આપેલ છે. અને જો આવા દાવા મંજુર કરવામાં આવશે તો દબાણદોરોને મોકળુ મેદાન મળી જશે. તેઓની દલીલોને ધ્યાને રાખીને પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ ડો.એમ.એસ.પાંડેએ દાવો રદ કરીને જિલ્લા કલેક્ટર સામે ખોટો દાવો દાખલ કરવા સામે રુ.૧,૦૦,૦૦૦/- (એક લાખ પુરા) જિલ્લા કલેક્ટર બનાસકાંઠાના વહીવટી ખાતમાં દિન-૬૦ માં જમા કરાવવાનો હુકમ કરેલ. આમ ચૂકાદાથી તાલુકા મથકે કે ગ્રામ વિસ્તારોમાં આડેધડ દબાણ કરનારાઓની સાન ઠેકાણે આવી જશે.