ડીસાના છત્રાલાના ખેડૂતે બેંક લોન લઈને નાણાં ન ભરતા કોર્ટે એક વર્ષની સજા ફટકારી

બનાસકાંઠા
બનાસકાંઠા

ખેડૂતને રૂ. 26 લાખ ચૂકવવાનો પણ કોર્ટનો હુકમ: ડીસા તાલુકાના છત્રાલા ગામના ખેડૂતે દેના ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી લોન લઈ રકમ ભરપાઈ ન કરતા ડીસા કોર્ટે ખેડૂતને એક વર્ષની કેદની સજા તેમજ લોનની રકમ ભરપાઈ કરવાનો હુકમ કર્યો હતો. ડીસા તાલુકાના છત્રાલા ગામના ઈશ્વરભાઈ ડાયાભાઈ રબારી પોતે બટાટાનું વાવેતર કરે છે. અને બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મુકવાના હોઈ જય રણછોડ કોલ્ડ સ્ટોરેજમાં 7500 કટ્ટા મૂકેલા જૅ બટાટા તારણમા મૂકી ડીસાની દેના ગુજરાત ગ્રામીણ બેંકમાંથી રૂ. 25 લાખની લોન લીઘી હતી. જૅ લોનના નાણાં વ્યાજ સહીત રૂ 26 લાખ ન ચૂકવતા બેંકે અનેક વખત નોટીસ આપી જાણ કરતા ઈશ્વરભાઈ રબારીએ બેન્કને ચેક આપ્યો હતો. જૅ ચેક બેંક દ્વારા જમાં કરતા ખાતામાં પૂરતા નાણાં ન હોઈ ચેક રીર્ટન થયો હતો.

જેથી દેના ગુજરાત ગ્રામીણ બેંકના બ્રાન્ચ મેનેજર ગીરીશભાઈ લક્ષ્મીચંદ ગજ્જરે ડીસા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ડીસા એડિશનલ ચીફ જ્યુડીસીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ યોગેશભાઈ પટેલે બેન્ક તરફે એડવોકેટ કે.વી. ગેલોતની રજુઆતો અને પુરાવાને ગ્રાહ્ય રાખી આરોપી ઈશ્વરભાઈ રબારીને ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ દોષી ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ. 26 લાખ બેંકને ચૂકવવા અને રકમ ન ચૂકવે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.