ડીસામાં ધોળાં દિવસે ખેડૂત દંપતિ લૂંટાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

માતાજીના સ્વાંગમાં આવેલ ઈસમ દંપતિને માર મારી ૧૦ હજારની રોકડની લૂંટ કરી ફરાર

બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. તેથી છાસવારે બનતી ગુનાહિત ઘટનાઓના પગલે લોકો ભય અનુભવી રહ્યા છે. તેમાં પણ ચોરી, મારામારી અને લૂંટની ઘટનાઓ સરેઆમ બની રહી છે ત્યારે આજે ધોળા દિવસે એક દંપતિ લૂંટાયું છે. જેમાં માતાજીના સ્વાંગમાં આવેલા ઇસમે ખેડુત દંપતિ માર મારી રોકડની લૂંટ કરતા આ મામલે પીડિત દંપતીએ ફરિયાદ નોંધવવા માટે પોલીસ મથક પહોંચ્યું હતું.

આ સમગ્ર બનાવની વિગત જોતા મૂળ માણેકપુરા ખાતે રહેતા અને ખેતી કામ કરતા ઠાકોર ચતરાજી બચુજી ઠાકોર અને તેમના પત્ની પાર્વતીબેન આગથળા ખાતે તેમના સસરાને ત્યાં જવા માટે નીકળ્યા હતા અને ડીસા બજાર વિસ્તારમાં હતા. તે દરમિયાન માતાજીના સ્વાંગમાં આવેલા ઈસમે પૈસા માંગતા આ દંપતિએ ૨૦ રૂપિયા આપેલ. તે દરમિયાન આ દંપતિ પાસે વધુ રકમ પણ હતી. બાદમાં આ દંપતિ રિક્ષા મારફત ગાયત્રી મન્દિર તરફ જતા રસ્તામાં આ માતાજીના સ્વાગમાં આવેલા ઈસમ દ્વારા રીક્ષા રોકાવી હતી અને કહેવા લાગેલ કે તમે કોણ છો ? તમે પતિ પત્ની નથી ? તેમ કહી માર મારવા લાગેલ. તે દરમિયાન અન્ય લોકો પણ ભેગા થયેલા પણ માતાજીના સ્વાંગમાં આવેલા ઇસમે દંપતિ પાસેની ૧૦ હજારની રોકડ પણ માર મારી લૂંટી લીધેલ અને ફરાર થઈ ગયેલ. બનાવના પગલે આ દંપતિ ગભરાઈ ગયેલ અને આ બાબતની ફરિયાદ કરવા ઉત્તર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરેલ

 

માતાજીના સ્વાંગમાં ઇસમે લૂંટ ચલાવી.

આ બાબતે ચતરાજી ઠાકોરે જણાવ્યું હતું કે હું અને મારી પત્ની બન્ને આજે આગથળા ખાતે મારા સાસુને ૧૫ હજાર રૂપિયા આપવા નીકળ્યા હતા અને ડીસા બજારમાં એક માતાજીએ આવી પૈસા માંગતા મારી પત્નીએ ૨૦ રૂપિયા આપવા માટે પાકિટ કાઢેલ તેમાં અન્ય ૧૦ હજાર રૂપિયા હતા જોકે બાદ માં અમે રીક્ષા મારફત જતા હતા તે દરમિયાન આ ઇસમે રીક્ષા રોકાવી અમને તમે પતિ પત્ની નથી તેવો આક્ષેપ કરી હોબાળો કરતા અન્ય લોકો પણ ભેગા થતા અમને માર મારેલો અને આ માતાજી જેવા લાગતા ઇસમે મારી પત્ની પાસેથી ૧૦ હજાર રોકડ લૂંટી લીધેલ. આ ઝપાઝપીમાં મારી પત્નીના ગળામાં રાખેલ સોનાનો પણ પડી ગએલ તેથી આ બાબતે અમે ફરિયાદ નોંધાવવા માટે પોલિસ સ્ટેશન આવ્યા છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.