મડાલ પીએચસીમાં મૃત વ્યકિતના નામે વેકસીનનો ડોઝ અપાઈ ગયો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ તાલુકાના મડાલ ગામના પીએચસીમાં એક મૃત વ્યકિતના નામે વેકસીનનો ડોઝ અપાયાનો મેસેજ ગામના સરપંચને મળતાં ચર્ચા ઉઠવા પામી છે. દેશભરમાં કોરોનાની મહામારીથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા દરેક વ્યક્તિને વેકસીનના ડોઝ આપવામાં આવી રહયા છે પરંતુ ઘણી વખત
આરોગ્ય કર્મચારીઓ દ્વારા છબરડા વાળવામા આવે છે તેવો કિસ્સો થરાદના મડાલ ગામે બહાર આવ્યો છે. ગામના રાયચંદ કાલાભાઈ વાલ્મિકીનું એક માસ પહેલા મોત થયું છે છતાં કોરાનાની રસીનો બીજાે ડોઝ તા. ૯ જૂન ૨૧ ના રોજ આપાઈ ગયાનો મેસેજ ગામના સરપંચ મકવાણા હેમીબેન શાંતિજીના મોબાઈલ પર આવતા સરપંચ પણ આશ્ચર્યમા પડી ગયા કે જેવ્યક્તિ મહિના પહેલા અવસાન થયેલ છે તેને રસી કેવી રીતે અપાઈ ગઈ. આ છબરડો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.