
ચિત્રાસણી ગામમાં વરસાદી પાણીનો નિકાલ કરવાની માગ કરવામાં આવી
પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામના રહીશો સર્વિસ રોડ તેમજ વરસાદી પાણીના નિકાલની માંગ ઉઠી છે. પાલનપુરના નેશનલ હાઇવે નંબર ૧૪ નજીક આવેલા ચિત્રાસણી ગામમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઈવે ની એક તરફ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ ગામ બાજુએ સર્વિસ રોડ બનાવ્યો નથી. અને ગામનો જે જૂનો રસ્તો છે તેને સર્વિસ રોડ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને રસ્તાની બાજુની જગ્યામા ગંદુ પાણી ભરાઈ રહેતા ગામમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અને ગંદકીને લઈને મહામારી ફેલાય તેવી દહેશત ગ્રામજનોને સતાવી રહી છે. જે બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆતો કરવા છતાં આ બાબતે કોઈ જ નિકાલ કરાયો નથી. ત્યારે વરસાદી પાણીનો નિકાલ નહી કરાય તો આજુબાજુના ખેતરોમાં પાણી ભરાવાથી ખેડૂતોને નુકશાન થાય તેમ છે. જે બાબતે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને જાે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.