દાંતાના બોરડીયાલા ગામથી પસાર થતી કીડી નદી પરનું નાળું પૂરના પાણીમાં તૂટ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા તાલુકાના બોરડીયાલા ગામ પાસેથી કીડી નદી પસાર થાય છે અને આ નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે દર વર્ષે બનાવેલો રખટ (નાળું) ધોવાઈ જાય છે. ત્યારે વર્ષોથી ગ્રામજનો અહીંયા પુલ બનાવવાની માગણી કરી રહ્યા છે. પરંતુ આ માંગણી ન સંતોષાતા ગ્રામજનોએ જાતે જ નાળું બનાવી દીધું હતું.


બે હજાર લોકોની વસ્તી ધરાવતું બોરડીયાળા ગામ પશુપાલન પર આધારિત છે. બાળકો શાળાએ ભણવા માટે જાય છે તો વ્યવસાય અને રોજગારો માટે ગ્રામજનો એ પણ બહાર જવું પડે છે. દૂધ ભરાવવા માટે દૂધ મંડળીમાં જવા માટે પણ આ નાળા પરથી પસાર થવું પડે છે. ત્યારે દર વર્ષે નદીમાં વહેણ આવવાને કારણે અને આ નાળું ધોવાઈ જવાને કારણે પશુપાલકો મંડળીમાં દૂધ ભરાવી શકતા નથી અને તેમને દરરોજનું 50 હજાર જેટલા દૂધનું નુકસાન થાય છે. નદીમાં પાણી આવે અને રસ્તો ન હોય એટલે જેટલા દિવસ પાણી રહે એટલા દિવસ બાળકો શાળાએ અભ્યાસ કરવા જઈ શકતા નથી. ગામમાં કરિયાણાની અથવા અન્ય મેડિકલની પણ દુકાન ન હોવાને કારણે અહીંયા નદી ઓળંગીને પસાર થવું પડે અને રસ્તો ન હોવાને કારણે એ સુવિધા મળતી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.