
પાલનપુરમાં આવેલ રાજીબા કન્યા વિદ્યાલય માં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
પાલનપુર રાજીબા કન્યા વિદ્યાલય ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ અવનવા પ્રોગ્રામ રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.પાલનપુર લક્ષ્મીપુરા ખાતે શ્રીમતી રાજીબા કન્યા વિદ્યાલય આવેલી છે. જેમાં પાલનપુર સહિત આજુબાજુના ગામડાઓની દીકરીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં દર વર્ષે વાર્ષિક સંસ્કૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે પાલનપુર રાજીબા કન્યા વિદ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ એ ગરબા, રાજસ્થાની ઘુમ્મર, ભાતી ગળ નૃત્ય, ભરતનાટ્યમ, આદિવાસી થીમ ઓફ હનુમાન ચાલીસા જેવા અવનવા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અને ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ પોતાના કાર્યક્રમો સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને ઉપસ્થિત આગેવાનો તેમજ પાલનપુરના પ્રબુદ્ધ નાગરિકો અને વાલીઓએ આ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળ્યો હતો.આ પ્રસંગે સંસ્થાના મંત્રી ઉજમલાલ પટેલ, પુર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, હાઈસ્કૂલ ના આચાર્ય શારદાબેન, પ્રાથમિક વિભાગના આચાર્ય નરેન્દ્રભાઈ પટેલ સહિત વાલી મંડળના સભ્યો, શહેરના આગેવાનો સહિત શાળાનો સ્ટાફ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.