થરાદની મુખ્ય કેનાલમાં ગાય પડી સ્થાનિક ગૌ પ્રેમીઓએ ભારે જહેમતથી ગાયને કેનાલમાંથી બહાર કાઢી
આજે થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં એક ગાય પડી ગઈ હતી. વાવ રોડથી ખાનપુર તરફ આવેલા કેનાલના સાઇફનમાં આ ગાય પડી હતી. આ ગાયના કેનાલમાં પડવાના સમાચાર થરાદના ગૌ સેવકોને મળતા તેઓ તાબડતોડ સ્થળ પર આવી ગયા હતા અને તેમણે નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓને બોલાવી ભારે જહેમતથી આ ગાયને હેમખેમ રીતે કેનાલથી બહાર કાઢી બચાવી હતી. નર્મદા કેનાલના સાઇફનના કચરામાં ફસાઈ ગયેલ આ ગાયને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી. શીવનગર થરાદના નરેશભાઇ મારાજ તેમજ લક્ષ્મણભાઇ પંડ્યાએ આ ગાયને બચાવવા ખુબ મહેનત કરી હતી. નર્મદા કેનાલના રહેણાંક વિસ્તારોમાં તારબંધી કરવામાં આવે તો આ રીતે પશુઓ વગેરે તેમાં પડતા બચી શકશે.