કાંકરેજના અણદાપુરામાં રહેણાંક મકાનમાંથી દેશી બંદૂક ઝડપાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા પોલીસે બાતમીના આધારે કાંકરેજ તાલુકાના અણદાપુરા ગામની સીમમાં ઓચિંતી રેઇડ કરીને પાસ પરમીટ વિનાની રૂ.ત્રણ હજારની કિંમતની એક દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી ને લઈ કાયદો વ્યવસ્થા જળવાય રહે અને દારૂ,જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા જિલ્લા પોલીસ વડાની સુચનાને લઈ એલસીબી થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી. દરમ્યાન બાતમી હકીકત આધારે અણદપુરાની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાં ઓચિંતી રેઇડ કરીને જયપાલસિંહ વિક્રમસિંહ વાધેલા રહે.ઉણ તા-કાંકરજ વાળા પાસે થી ગેરકાયદેસર અને વગર પાસપરમીટેનુ દેશી હાથ બનાવટ ની બંદૂક મળી આવતા ત્રણ હજાર ની કિંમત ની બંદૂક સાથે આરોપી જયપાલસિંહ વિક્રમસિંહ વાધેલા રહે.ઉણ વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.